શ્રી એસ. ડી.વઘાસિયા સ્કૂલ જલાલપુરમાં રંગોળી સ્પર્ધા નું આયોજન થયું
ગઢડા તાલુકાની એસ.ડી. વઘાસિયા સ્કૂલ જલાલપુરમાં તા 13/10/2025 ના રોજ શાળા માં ધોરણ 1 થી 12 સુધી ના વિધાર્થીઓ દ્વારા ભવ્ય રંગોળી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળા ના દરેક વિધાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો જેમાં રંગો પાન ફૂલ થી બાળકોએ અવનવી રંગોળી બનાવી પોતાનામાં રહેલી સર્જનાત્મક ક્ષમતા ખીલી ઉઠી જીવનમાં રંગો આપણા વિચારો ભાવનાઓ અને સ્વભાવને અસર કરે છે તેથી આપણે જીવનમાં રંગો જેવી ખુશી ઉત્સાહ અને પ્રેમ ભરી દેવા જોઈએ વિદ્યાર્થીઓ એ વિવિધ રંગોળી દ્વારા જીવનમાં મૂલ્યોનો મેસેજ આપ્યો જેમકે સર્વ ધર્મ સમભાવ શાંતિ સંસ્કાર પર્યાવરણનું જતન પશુ પંખી અને પ્રાણી પ્રત્યેનો પ્રેમ જેવા મૂલ્યો ઉજાગર કર્યા રંગોલી એ માત્ર રંગોનો મેળાવડો નથી પણ આપણી સંસ્કૃતિ અને કલાનું પ્રતિબિંબ છે આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી છે આ રંગોળી સ્પર્ધા નિમિત્તે શાળાના આચાર્યશ્રી વિજયભાઈ એન સિંધવ તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ આપવામાં આવ્યા

